ભુજમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે આત્મવિલોપનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.
ભુજમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે આત્મવિલોપનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસને મળતી માહિતી મૂજબ ઘનશ્યામ રામજી પલણ (ઉ . વ . ૩૫ )એ તા. ૧૯/૨/૨૦૧૮ના બપોરના રોજ પ્રમુખસ્વામી નગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પાછળ ફિનાઇલ પી લેતા બેભાન હાલતમાં ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો .ભુજ શહેર એ ડિવિઝન પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી અને ભોગ બનનાર ભાનમાં આવે તેથી તેનું ડીડી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બાબતે છાનવીન સહાયક ફોજદાર કે.પી.પટેલનો સંપર્ક સાધતાં ગુનેગાર હજુ સુધી ભાનમાં આવેલ નથી તેના પરિવારજનોમાં થતી વાતો પ્રમાણે ઘનશ્યામે અંજારના ભુપેન્દ્રસિહ રવુભા જાડેજા તથા રમેશ નારણ સૌરઠિયાના નામના શખ્સો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને આર્થિક સ્થિતિ કારણે વ્યાજ ભરી શકેલ નહિ બંને શકસોએ પઠાણી નામના શખ્સે ઉઘરાણી કરતા અને ધાક ધમકી આપતા વ્યાજખોરના ત્રાસ થી કંટાડી ફિનાઇલ પીધાનું તપાસમાં સામે આવ્યું હતું . સત્યહકીકત શું છે તે તો ઘનશ્યામ ભાઈના હોશમાં આવ્યા બાદ જ જાણી શકાય.
વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે સંપર્ક 02832 230456