માધાપર હાઇવે પર પડેલા ખાડાના કારણે વાહન ચાલક પટકાતાં થઈ ગંભીર ઇજા
કચ્છમાં રોજ માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે ભુજ- માધાપર હાઇવે પર માર્ગ વચ્ચે તંત્રની બદેરકારીના કારણે દોઢ ફૂટ ઉંડા પાણીના ખાડામાં ગુરૂવારે રાત્રે એક્ટિવા ચાલક યુવાન પટકાંતાં તેને આંખ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108ની મદદથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નળ સર્કલ અને માધાપર જુનાવાસ વચ્ચેના હાઇવે માર્ગ પર ત્રણ ફુટ પહોળો અને ચાર ફુટ લાંબો અને દોઢ ફુટ ઉડા પાણીના ખાડા અંગે ગ્રામ પંચાયત દ્વરા નગર પાલિકાને જાણ કરવામાં આવી છે. પરંતુ પાલિકા દ્વારા કોઇ જ કામગીરી ન કરવામાં આવતાં તેનો ભોગ નિર્દોષ નાગરીક બન્યો હતો. ગુરૂવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં અહીંથી એક્ટિવા પર પસાર થતા 35 વર્ષીય યુવાન વાહન સાથે આ ખાડામાં પડ્યો હતો. જેને કારણે આંખ અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ભુજ અને માધાપર હાઇવે સહિતના અનેક માર્ગો પર તંત્ર દ્વારા અધૂરા કામ કે, ખરાબ થયેલા રોડમાં પડેલા ખાડાઓનું મરમત કરવાની ગંભીરતા ન લેવાતી હોવાથી રાત્રી સમયે કોઇ મોટો અકસ્માત થશે અને તેમાં આમ નાગરીકનો જીવ જશે તે હકિકત છે.
– મળતી માહિતી