રણોત્સવના કારણે બન્નીના લોકોનો આરોગ્ય જોખમાય નહીં તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત

હાલના સમયગાળામાં પુરા વિશ્વમાં કોરોનાની અસર જોવા મળી રહી છે , ત્યારે આવનારા દિવસોમાં કચ્છના સફેદ રણમાં રણોત્સવનું આયોજન કરવાનું ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ ન વધે તેના માટે બાબાખાન મુતવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી. હાલ કોરોનાની અસર કચ્છમાં ઘટતી હોય એવું પણ લાગી રહ્યું છે ” હાલમાં કોરોનાના કેસોમાં નોંધનીય ઘટાડો પણ જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં રણોત્સવનું આયોજન કરવાનું હોવાથી સમગ્ર દેશ અને વિદેશમાંથી સફેદ રણનો નજારો જોવા માટે લોકો ઉમટી પડવાના છે, ત્યારે બન્ની વિસ્તારના લોકોના આરોગ્યની સુખાકારી માટે આવતા પ્રવાસીઓ અને કામ કરતાં શ્રમિકોના આરોગ્યની ચોક્કસ તપાસ કરવામાં આવે જેને કારણે અહીંના લોકોને આરોગ્યની દ્રષ્ટિએ કોઇ મુશ્કેલી ઉભી ન થાય ” તેની માટે ગોરેવાલી બન્નીના બાબાખાન એચ. મુતવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી.

-મળતી માહિતી