કચ્છમાં વહેલી સવારે ઝાકળના લીધે વાદળછાયું વાતાવરણ દેખાયું

dhumas

કચ્છમાં હાલ વાતાવરણમાં વિષમતા જોવા મળી રહી છે સવારે અને સાંજે ઠંડકનો અનુભવ થાય છે ત્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે . કચ્છમાં દિવાળી પહેલાં જ ઠંડીના ચમકારા વચ્ચે શુક્રવારના વહેલી સવારે ગાઢ ધૂમસ છવાયું હતું. ભુજથી પશ્ચિમ કચ્છના લખપત એવી રીતના અડધા ભાગના જિલ્લામાં ઝાકળની રીતસર વર્ષા થઇ હતી. ધૂમસના સામ્રાજ્યના કારણે સૂર્ય પ્રકાશ પણ મોડો પથરાયો હતો. ભુજથી લઇને માકપટ તરીકે ઓળખાતા પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં સવારે 8 વાગ્યા સુધી ઝાકળ જ છવાયેલી રહી હતી. નખત્રાણા પંથકમા વહેલી સવારે ગાઢ ધૂમસ છવાયું હતું. જેને લઇને સવારે 7 વાગ્યે પણ વાહન ચાલકોને હેડ લાઇટ ચલુ રાખવી પડી હતી. ભુજ તાલુકાના દેશલપર વાંઢાય વિસ્તારમાં ઝાકળ વર્ષાથી ગ્રામ્ય વિસ્તારોમાં સવારની મોડી શરૂઆત થઈ હતી. ઝાકળના કારણે સૂર્યભગવાનના દર્શન પણ મોડેથી થયા હતા. અને વહેલી સવારની શરૂઆત વાદળછાયા વાતાવરણથી થઈ હતી.