કચ્છમાં નોંધાયાવધુ 14 પોઝિટિવ કેસ તો સામે 13 દર્દી સાજા પણ થયા તો 1 નું મૃત્યુ

કચ્છમાં કોરોનાના આંકડામાં વધારો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં શુક્રવારે કોરોનાથી વધુ 1 દર્દીનું મૃત્યુ થયું છે. જિલ્લામાં પોઝિટિવ કેસના કુલ આંક માં વધુ 14 પોઝિટિવ દર્દી ઉમેરાયા છે. શહેરોમાં 9 કેસમાંથી ભુજના 7 અને અંજાર, મુન્દ્રાનો 1-1 દર્દી છે. જ્યારે ગામડાઓમાં 5માંથી તાલુકા મુજબ નખત્રાણામાં 3, ભુજ અને મુન્દ્રાનો 1-1 દર્દી છે. જોકે, 13 દર્દી સાજા પણ થઈ ગયા છે, જેથી સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 197 છે. જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ દર્દીનો આંક 2820 ઉપર પહોંચી ગયો છે, જેમાંથી કુલ 2507 દર્દી સાજા પણ થઈ ગયા છે. હજુ સુધી 71ના મોત ચોપડે ચડાવાયા છે જે સરકાર દ્વારા બતાવાયા છે.