મુન્દ્રામાં 6 શકુની શિષ્યો જુગાર રમતા રૂ. 13400ની રોકડ સાથે પકડાયા

કચ્છમાં હાલ ચોરી, લૂંટફાટ, જુગારના બનાવો સતત વધતાં રહે છે ત્યારે એક નવો બનાવ મુન્દ્રા મધ્યે દિવાળીના સપરમા તહેવારો અગાઉ તીન પત્તીનો જુગાર રમતા છ ખેલીઓને સ્થાનિક પોલીસે 13400ની રોકડ રકમ અને 16,000ના ચાર મોબાઈલ સહિત કુલ્લ 29,400ના મુદામાલ સાથે આબાદ ઝડપી લઇ અટકાયત કરી હતી. પોલીસ દફતરેથી મળતી માહિતી અનુસાર ગુરૂવારે સવારે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે શક્તિનગર સ્થિત બંસીધર હોટલની પાછળ આવેલ શ્રમિક વસાહતમાં છાપો માર્યો હતો. જુગાર રમતા મુળ યુપીના હાલ નાના કપયા રહેતા સુરજ અશોક સાહુ, જીતેન્દ્ર લલ્લુ સાહુ, ભુપેન્દ્રસિંગ સતપાલસિંગ ઠાકોર, સુરેશસિંગ ચંદનસિંગ ચંપાલ, પવન શ્રીનારાયણ ઓઝા, પ્રયાગસિંગ બદરીસિંગ મહેરાના સહિત છ પરપ્રાંતીયોને 13,400ની રોકડ અને 16,000ના મોબાઈલ સહિત 29,400ના મુદામાલ પકડી તમામ વિરૂધ ગુનો નોંધ્યો હતો.