કોરોના: નવા 14 કેસના ઉમેરા સાથે, 18 દર્દીઓ થયા રિકવર

કચ્છમાં હાલ કોરોનની અસર અવિરત છે ત્યારે વધુ 14 કેસ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 2854 પર પહોંચ્યો છે તો સાથે સાથે 18 દર્દી સ્વસ્થ થતાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2542 પર પહોંચી છે.આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી અનુસાર શહેરી વિસ્તારમાં નોંધાયેલા 11 કેસમાં સૌથી વધુ ભુજ શહેરમાં 5 તો ગાંધીધામમાં 3, અંજારમાં 2 અને માંડવીમાં 1 કેસ દાખલ હતો. ભુજ, મુંદરા અને રાપરના ગ્રામ્ય વિસ્તારમાં 1-1 કેસ નોંધાયો હતો. જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડની સંખ્યાનો આંક 1000ને પાર થઇ ગયો છે. સક્રિય કેસ શનિવારની સરખામણીએ ઘટીને 196 પર પહોંચ્યો હતો તો મૃત્યુ આંક 71 પર અટકેલો જાણવાયો હતો. ચાર તાલુકામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. છેલ્લા અમૂકા દિવસોથી સિંગલ આંકમાં નોંધાતા કેસ છેલ્લા પાંચ દિવસથી ડબલ આંકમાં નોંધાતાં ચૂંટણી પૂર્ણ થવા અને તહેવારોની સિઝન નજીક આવવા પૂર્વે સંક્રમણ વધવાની દર્શાવાયેલી ભીતિ મહદ્અંશે સાચી સાબિત થયેલી દેખાઇ રહી છે. જિલ્લાનો કોરોના રિકવરી રેટ હવે 89.06 ટકાએ અટક્યો છે. જ્યારે સક્રિય કેસોની ટકાવારી 6.86 ટકાએ અટકી છે.એવું જાણવા મળી આવ્યું છે.