રાજકોટ-ગોંડલ હાઇવે પર કિસાન પમ્પની પાસે અચાનક ગેસની પાઇપલાઇનમાં લાગી આગ


ગુજરાત રાજ્યના રાજકોટ શહેરના ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઇનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આગ લાગી હોવાની જાણ થતાં લોકોમાં દોડાદોડી મચી જવા પામી હતી. મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્રીત થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઇ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી ઘટનાની માહિતી મુજબ , આજે વહેલી સવારે ગોંડલ હાઈવે પર આવેલા કિસાન પમ્પ પાસે ગેસની પાઈપલાઈનમાં અચાનક આગ લાગી હતી, જેને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ રચાયો હતો. સ્થાનિકોએ સમગ્ર ઘટનાની જાણ કરતાં ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
-મળતી માહિતી