ગૃહમંત્રી અમિત શાહનું તા.11ના જ કચ્છ આગમન

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ તા. 12 નવેમ્બરના રોજ કચ્છના પ્રવાસે આવવાના છે તેવી માહિતી મળી હતી જેમાં હવે આ કાર્યક્રમમાં થોડા ફેરફાર થવાની પણ માહિતી મળી રહી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11મી નવેમ્બરે કચ્છ આવશે અને રાતવાસો ધોરડો સફેદ રણની ટેન્ટ સિટીમાં કરશે. રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમની સાથે જોડાશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આગામી તારીખ 12 નવેમ્બરના કચ્છ જિલ્લાની મુલાકાત લેવાના હતા. જે બાદ કચ્છ પ્રવાસના કાર્યક્રમમા આંશિક ફેરફાર કરવામાં આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો મુજબ , ” કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 11મી નવેમ્બરના રોજ કચ્છ આવશે. 11મી નવેમ્બરનું રાત્રી રોકાણ ધોરડો સફેદ રણના ટેન્ટ સિટીમાં કરશે. કચ્છ પ્રવાસમાં અમિત શાહ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ જોડાશે.” મુખ્યપ્રધાન રૂપાણી પણ 11 નવેમ્બરના રોજ તેમની સાથે જ કચ્છ આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર , રાત્રી રોકાણ બાદ 12મી નવેમ્બરના સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજના અંતર્ગત ઉભા કરવામાં આવેલા સ્ટોલમાં યોજના નિહાળી અને અમુક પ્રકલ્પન ખુલ્લાં પણ મુકશે. આ ઉપરાંત સવારે 11થી 2 કલાક દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને પાટણ એમ 3 જિલ્લાના સરહદી ગામોના સરપંચ તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજશે. સરહદી ગામોના વિકાસ માટે મળતા નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે, તે અંગેના અભિપ્રાય સરપંચો પાસેથી મેળવશે. ઇઅઉઙની યોજના ભવિષ્યમાં કેવી રીતે વિસ્તારી શકાય અને સાચા અર્થમાં નાણાનો ઉપયોગ થાય, એ બાબતે સમજ આપી ચર્ચા-વિચારણા કરશે એવી પણ માહિતી મળી રહી છે . કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી બેઠકમાં સંબોધન પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમજ બપોરનું ભોજન ધોરડોમાં જ કરશે. જો કે, હજૂ સત્તાવાર રીતે આ કાર્યક્રમની કોઇ પણ રૂપરેખા જાહેર કરવામાં આવી નથી, તેમ સુત્રો અનુસાર જાણવા મળી આવ્યું હતું .
-મળતી માહિતી