આણંદપર પાટિયા નજીક બોલેરો ચાલકે ટ્રેઇલરને રોકી તોડફોડ કરી, 2 હજાર લુંટી ગયો : નોંધાઈ પોલીસ ફરિયાદ


કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી લૂંટના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે નખત્રાણા તાલુકામાં પવનચક્કીના પાર્ટસ ટ્રાન્સપોર્ટે કરનારા ડ્રાઇવર સાથે સપ્તાહ પૂર્વે તોડફોડ અને મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે ફરી શનિવારે આણંદપર પાટીયા પાસે બોલેરોએ ટ્રેલરને રોકાવી તોડફોડ કરી ડ્રાઇવરની પાકીટ તેમાં રહેલા બે હજાર રૂપીયા, આરટીઓના કાગળો સહિત લુંટ કરી જતા નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દયાપર પવનચક્કીના પાર્ટસ મુકીને પરત ફરી રહેલા રાજકુમારસીંગ રામચંદ્રસીંગ સીંગ (રહે. મુળ યુપી હાલે ગાંધીધામ)વાળો જીજે 12 બીવી 4248 નંબરનુ ટ્રેઇલરથી પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદપર પાટીયા પાસે જીજે 12 એઇ 4227 નંબરની બોલેરો કેમ્પરના ચાલકે ટ્રેઇલરને રોકાવ્યો હતો, ચાલક 20 વર્ષીય યુવાને ટ્રેઇલરમાં તોડફોડ કરી ડ્રાઇવર પાસે રહેલી પાકિટ અને તેમાં રહેલા બે હજાર રૂપીયા, લાઇસન્સ, આર.ટી.ઓ.ના કાગળો તેમજ અન્ય પાવતીઓ ઝડપી લીધી હતી . 20 વર્ષીય યુવકે બંને કાનમાં બુટી પહેરી હતી અને ડ્રાઇવર પાસે રહેલા પૈસા લુંટી જાનથી મારી નાખવાની ધમકી આપતા ડ્રાઇવરે ટ્રાન્સપોર્ટના મેનેજર દ્વારા જાણવા મળ્યું હતું કે નખત્રાણા પોલીસ મથકે લુંટ સહિતની કલમો તળે ફોજદારી નોંધાવાઇ હતી. ઉલ્લેખનીય છે છે કે, થોડા દિવસ પૂર્વે નખત્રાણા હાઇવે પર આવેલી નીલકંઠ હોટેલ પર પાર્કિંગ થયેલા પવનચક્કીના ટ્રેઇલરોમાં તોડફોડ કરાઇ હતી અને તેમાં પણ હુમલાખોરો બોલેરો કેમ્પરથી આવ્યા હતા અને તોડફોડ કરી હતી.
-મળતી માહિતી