માંડવી તાલુકાનાં શીરવા ગામના વૃદ્ધાએ અગ્નિસ્નાન કરી મોતને ભેટ્યા

કચ્છ માં હાલ આત્મહત્યાના કેસમાં વધારો થતો જોઈ શકાય છે ત્યારે માંડવી તાલુકાના શીરવા ગામે રહેતા વૃદ્ધાએ શરીરે કેરોશીન છાંટીને મોતને બોલાવી લીધું હતું . માંડવી તાલુકાના શીરવા ગામે રહેતા નાનાબા અભેરાજસિંહ ચુડાસમા (ઉ.વ.95) પોતાના ઘરે સવારે દસ વાગ્યાના અરસામાં શરીરે કેરોશીન છાંટીને દાઝી જતા તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સારવાર માટે લઇ આવનારા પૌત્ર વિક્રમસિંહ પ્રતાપસીંહ ચુડાસમા દ્વારા હોસ્પિટલ ચોકીએ લખાવાયુ હતું કે, ” વૃદ્ધ દાદીએ શારીરિક દુખાવાથી કંટાળીને આ પગલું ભર્યું હતું.”
-મળતી માહિતી