મીઠીરોહર પાસે ટ્રકની અડફેટે બે બાઇક સવાર થયા ઇજાગ્રસ્ત
copy image

કચ્છમાં અકસ્માતના કેસમાં સતત વધારો થઈ રહ્યો એમ મીઠીરોહર પાસે ટ્રકના ચાલક દ્વારા બાઇકને અડફેટે લેવાતાં બાઇક સવાર બે યુવાન ઘાયલ થયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધવાઇ છે. મીઠીરોહર ખાતે રહેતા દૂધના વેપારી 21 વર્ષીય અનવરભાઇ કાદરભાઇ ભટીએ ફરિયાદમાં કહ્યું છે કે, ” બનાવ ગત રાત્રે બન્યો હતો જેમાં તેમના ઘરે આવેલો તેમનો મામાઇ ભાઇ રજાક ઓસમાણ હિંગોરજા એકલો હોઇ તેને મુકવા બાઇક પર સાથે તેઓ નિકળ્યા હતા ત્યારે આજવા પાર્કિંટ પાસે ભચાઉ થી ગાંધીધામ તરફ આવતી જીજે-12-બીવી-8133 નંબરની ટ્રકના ચાલકે પાછળથી તેમની બાઇકને ટક્કર મારતા઼ બન્ને જણાને નાની મોટી ઇજાઓ થઇ હતી.” એવું જાણવા મળી આવ્યું હતું.
-મળતી માહિતી