સુશોભનની ચીજવસ્તુની ખરીદી માટે બજારમાં લોકોની ચહલ પહલ
દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના જ દિવસો છે ત્યારે આદિપુરની 64 બજારમાં તેમજ ટાગોર રોડ ઉપર તહેવારની રોનક જામી જોવા મળી રહી છે. સમાજના સામાન્ય વર્ગને પોષાય અને સસ્તી સુશોભનની ચીજવસ્તુ મળી રહે તેવો પણ અભિગમ અહી દાખવવામાં આવતો હોય છે. સમાજનો એક વર્ગ ઉચ્ચ ધનિક છે, જે મોંઘીદાટ સુશોભનની વસ્તુઓ પર ભલે નજર છેડવતો હોય પરંતુ અહી પચરંગી વસતી ધરાવતા શહેરમાં કેટલાય લોકો જાહેર રોડ પર વેંચાતા સુશોભનની ચીજવસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. આવનારા દિવસોમાં આ જુદી જુદી ચીજવસ્તુઓની માંગમાં વધારો થાય તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે. વિવિધ પ્રકારના રાચ રચીલાઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.જેમાં વધુ પડતી રોનક દિવાળીના કારણે દેખાઈ રહી છે અને ખરીદીને કારણે ત્યાં લોકોની ચલપહલ પણ દેખાઈ રહી છે . એવી માહિતી મળી આવેલ છે .
-મળતી માહિતી