રાજ્યપાલે ધોળાવીરાની સાથે ફોસિલ્સ પાર્કની મુલાકાત લીધી


ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમની 1 દિવસની કચ્છની મુલાકાતે આવેલા. રાજ્યપાલે ભચાઉ તાલુકાના ધોળાવીરામાં આવેલી હડપ્પન સાઇટ અને ફોસિલ્સ પાર્કને નિહાળ્યા હતા. તેમણે આ જગ્યાએ સારો એવો સમય પસાર કરીને ઐતિહાસિક પુરાતન નગર વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી. રાજ્યપાલના આવવાના કારણે ઐતિહાસિક સ્થળ પોલીસના કાફલામાં ફેરવાઇ ગયું હતું. સવારે 10 વાગ્યાના અરસામાં આવી પહોંચેલા રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ‘આચાર્ય’ની અદાથી હડપ્પન સાઇટનો ઊંડો અભ્યાસ કર્યો હતો. સાડા ચાર કલાકના રોકાણ દરમિયાન તેમણે ફોસિલ્સ પાર્ક વિશે પણ ઉંડાણ પૂર્વક માહિતી મેળવી હતી. હેલિકોપ્ટરથી આવેલા રાજ્યપાલની સુરક્ષામા કોઇ ખામી ન રહે તે આશયથી 15 જેટલા સંલગ્ન ખાતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. કોવિડના ટેસ્ટ સાથે દર 100 ફૂટના અંતરે પોલીસ જવાન તૈનાત રખાયા હતા. રાજ્યપાલની મુલાકાતને પગલે પ્રવાસીઓ માટે નાકાબંધી કરવામાં આવી હતી. સાઇટ પર કામ કરતા શ્રમિકોને પણ સુરક્ષાના કારણોસર વહેલી રજા આપી દેવાઇ હતી. ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા તેમની સાથે જોડાયા હતા. પૌરાણિક વસાહતના વિકાસ માટે સકારાત્મક વિચાર જણાવ્યા હતા.તથા આવી માહિતી મળી આવી હતી.