ભુજના હંગામી બસ સ્ટેશનનું અન્ય પ્રવેશદ્વાર ખોલવું જરૂરી

અત્યારે દેશમાં દિવાળીના તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ગામડાઓના લોકો ખરીદી કરવા માટે શહેરમાં આવતા હોય છે ત્યારે ભુજ શહેરનું બસ સ્ટેશન નવાં સ્થળે ખસેડાયા બાદ મંગલમ્ ચાર રસ્તા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાએ વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું છે, ત્યારે બસ સ્ટેશનમાં બે પ્રવેશદ્વારમાંથી એક લાંબા સમયથી બંધ કરી નખાતાં ઉપરોકત સમસ્યામાં વધારો થયો છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. ભુજમાં નવાં બસ સ્ટેશન નિર્માણને પગલે કૈલાસનગર માર્ગે હંગામી બસ સ્ટેશન શરૂ કરાયું અને બસનું આવાગમન પણ ધમધમતું થઇ ગયું, જેને પગલે મંગલમ્ ચાર રસ્તા આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની ભારે સમસ્યા નિર્માણ પામી. આ સમસ્યા ઓછી હોય તેમ એક ગેટમાંથી બસ પસાર થઇ શકે અને અન્ય એક ગેટમાંથી પ્રવાસીઓ પસાર થાય તે માટે હંગામી બસ સ્ટેશનમાં બે પ્રવેશદ્વાર બનાવાયા હતા, જેમાંથી એક બંધ કરી દેવાતાં ટ્રાફિકની સમસ્યામાં તો વધારો થયો જ છે. સાથોસાથ લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. આ અંગે જાહેર જાણતા દ્વારા બીજું પ્રવેશદ્વાર પણ ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

-મળતી માહિતી