ભુજના હેડ પોસ્ટ અધિક્ષકના ત્રાસથી કર્મચારીની આત્મહત્યાની ધમકી

ભુજની હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ અધિક્ષક દ્વારા અનુસુચિત જનજાતિના કર્મચારીને માનસિક ત્રાસ આપવા સાથે કિન્નાખોરી રાખીને બદલી, પગારબંધ કરી દેવા જેવા પગલા ભરીને હેરાનગતિ કરાતી હોવાથી આત્મહત્યા ની ધમકી અપાઈ હતી

આ અંગે કર્મચારી ભરત એસ. ભગોરા દ્વારા પોલીસ તથા પોસ્ટ માસ્ટર જનરલ રાજકોટને કરેલી રજુઆતમાં આક્ષેપ કરાયો છે કે, જ્યારે તે માધાપર પોસ્ટ ઓફીસમાં ફરજ નિભાવતો હતો ત્યારે કોમ્પ્યુટરની ક્ષતિ કે માનવ સહજ કોઈ બીજાની ભુલને મારી પર નાખી દેવામાં આવતી. 

અન્ય કોઈ કર્મચારી સામે કાયદાકીય પગલા ભરાયા નથી. ગણી વખત પત્ર લખવા છતાં જવાબ ન મળતા શારીરિક બિમાર હોવાથી મેડીકલ રજામાં હોવાછતાં  ઓગષ્ટ મહિના થી હોદાનો દુર ઉપયોગ કરી અમાનવીય રીતે પગારબંધી કરી દેવામાં આવી છે. પુત્રીની શાળા ફી ભરવાની છેલ્લી તારીખ વીતી જાય તે પહેલા પત્ર લખીને પગાર ચાલુ કરવા અરજી કરાઈ હતી. પરંતુ છેલા ચાર મહિના થી કિન્નાખોરીથી પગાર ન મળતા આર્થિક સ્થિતી નબળી .ષડયંત્ર રચીને નોકરીમાંથી બરતરફ કરવા અને માનસિક રીતે તોડી પાડવા કારસો ઘડાયો હોવાથી યોગ્ય તપાસ કરાય તેવી માંગણી કરાઈ છે.-મળતી માહિતી.