મોદી જવાનો સાથે દિવાળી ઊજવવા જેસલમેર પહોંચ્યા, જ્યાં ચીફ ઑફ ધ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ હાજર થયા.


ભારત ના જવાનો જેસલમેર સરહદે ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. તો તેમની સાથે દિવાળી ઊજવવા વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જેસલમેર પહોંચ્યા હતા. તેમની સાથે ચીફ ઑફ ધ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિ દળના વડા સેનાપતિ એમએમ નરવણે અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાના પણ હજાર રહ્યા હતા.
જેસલમેર પાસે પાકિસ્તાનની સરહદ જોડાય છે. આથી જેસલમેર ખાતેની ભારતીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો બારે માસ ખડે પગે પોતાની ફરજ બજાવે છે. અહીં તનોટ માતાજીનું મંદિર પણ છે. ગયા વરસે વડા પ્રધાને જમ્મુ કશ્મીરમાં રાજૌરી ખાતે ભારતીય લશ્કરના જવાનો સાથે દિવાળી નિમિત્તે ઓક્ટોબરની 27મીએ ઊજવણી કરી હતી. એ પહેલાં 2018ની દિવાળી પર વડા પ્રધાને ઉત્તરકાશીમાં ફરજ બજાવી રહેલા ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળી મનાવી હતી.તો આ વખતની દિવાળી ઉજવવા વડા પ્રધાન જેસલમેરના બોર્ડર સિક્યોરિટી ફોર્સના લોંગોવાલ મથક ખાતે પહોચ્યા. -મળતી માહિતી.