કચ્છ-સૌરાષ્ટ્રમાં કડકડતી ઠંડી શરૂ
દિવાળીના પર્વ બાદ હવે કચ્છ-સૌરાષ્ટ્રમાં અને રાજ્યમાં ઠંડીનું દોર વધવા લાગ્યું છે અને શિયાળાએ અસલી રંગ દેખાડવાનું શરૂ કર્યું છે. નલીયા,ભુજ,રાજકોટ,અમરેલી,ડીસા, સુરેન્દ્રનગર,કંડલા સહિતના સ્થળોએ કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.ખાસ કરીને રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયા ખાતે નોંધાઈ હતી અને બીજા ક્રમે રાજકોટ ખાતે નોંધાઈ હતી.
નલિયામાં આજે સવારે 9 ડીગ્રી લઘુતમ તાપમાન સાથે ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. રાજકોટમાં પણ આજે ચાલુ સિઝનની સૌથી વધુ 13.6 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજકોટવાસીઓએ તીવ્ર ઠંડીનો અહેસાસ કર્યો હતો. શહેરમાં આજે સવારે પવનની સરેરાશ ઝડપ 12 કિ.મી. રહેતા શિતલહેરનો પણ અનુભવ થયો હતો. આજરોજ સવારે અમદાવાદ ખાતે 16.2 ડીગ્રી, ડીસામાં 14.7, વડોદરામાં 19.2, સુરતમાં 20.2, કેશોદમાં 14.6, ભાવનગરમાં 17.6, પોરબંદરમાં 16.1, વેરાવળમાં 19, દ્વારકામાં 18.2, ઓખામાં 22.8, ભુજમાં 14, સુરેન્દ્રનગરમાં 15.8, અમરેલીમાં 14.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
-મળતી માહિતી