તા.23 થી શાળા-કોલેજ શરૂની કરવાનો નિર્ણય હાલ મોકૂફ.


અમદાવાદ સહિત રાજકોટ,સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં છેલ્લા 4 દિવસમાં કોરોના વિસ્ફોટ થયો હોવા છતાં પણ  શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમાએ 23 નવેમ્બરે શાળાઓ ખૂલશે તેવી જાહેરાત કરી હતી. જો કે, વધતા જતાં કેસો વચ્ચે અને અમદાવાદમાં કરફયુ જાહેરાત બાદ સરકારે આજે મોડી રાત્રે રાજ્યમાં તા. 23મીથી શાળાઓ અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય પરત લીધો હતો.શાળાઓ ખોલવાના નિર્ણયને લઇને વાલીઓમાં કયાંક નારાજી અને કયાંક અવઢવ હતી. ગુજરાત વાલી મંડળ તેમજ મેડીકલ એસોસીએશને વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો નિર્ણય મોફુફ રાખવા માંગ કરી હતી. અમદાવાદમાં રાત્રિ કરફયુનો નિર્ણય લેવાઇ રહ્યો હોવાના હેવાલ છે ત્યારે વાલી મંડળોએ તા.23મી નવેમ્બરે શાળાઓ બંધના એલાનને ટેકો આપ્યો છે. અગાઉ શ્રી ચૂડાસમાએ ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગની ડીઇઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ હતી અને તેમાં પરામર્શ બાદ આગામી તા.23મી નવેમ્બરથી શાળા ખૂલવાનું નક્કી કરાયું છે. દરેક સ્કૂલ પોતાની અલગ એસઓપી બનાવશે. વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત વાલી સંમતિપત્ર લેવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, અમદાવાદમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. રાજ્યસરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે રાત્રીના 9:00 થી સવારના 6:00 વાગ્યા સુધી તા.20 નવેમ્બરથી કરફ્યુની જાહેરાત કરાઇ છે. સરકારે  શાળાઓ માટે ગાઇડલાઇન પણ જારી કરી દીધી  હતી, જે મુજબ સોમ, બુધ અને શુક્રવારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સ્કૂલ બોલાવી શકાશે જ્યારે મંગળ, ગુરુ અને શનિવારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને સ્કૂલ બોલાવી શકાશે.જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે તેની પાસેથી વાલી તરફથી લેખિતમાં સંમતિપત્ર ફરજિયાત છે.

-મળતી માહિતી