સિલાઈ મશીન આપવાના બહાને બન્યો મહિલાઓ સાથે છેતરપીંડીનો બનાવ

copy image

રાજકોટના જામકંડોરણાની ગરીબ મહિલાઓ સાથે રાહતદરે સિલાઈ મશીન આપવાના બહાને અમદાવાદના શખ્સે રૂા.87,200ની છેતરપીંડી કરી હોવાની જામકંડોરણા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જામકંડોરણા તાલુકા ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખના વિશ્વાસથી રૂા.650 લેખે પૈસા ઉઘરાવી અમદાવાદનાં શખ્સને આંગડીયામાં મોકલાવી દીધા હતાં. આ બનાવની જામકંડોરણા પોલીસે તપાસ આદરી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, જામકંડોરણાના ચાંદની ચોકમાં રહેતા પ્રફુલાબેન લલીતભાઈ દવે (ઉ.વ.48)એ અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં આવેલી ઈલા સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયા સામે રૂા.87,200ની છેતરપીંડી કર્યાની ફરિયાદ જામકંડોરણા પોલીસમાં નોંધવામાં આવતા કલમ 406, 420 હેઠળ પોલીસ સ્ટાફે ગુન્હો નોંધી તપાસ આદરી છે.પ્રફુલાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું જામકંડોરણા તાલુકા ભાજપના મહિલા મોર્ચાના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. હું ધો.12 પાસ સુધી ભણેલ છું. જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં તા.11/10નાં રોજ ગામની મહિલાઓ સાથે છેતરપીંડી થયાની પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

-મળતી માહિતી