કચ્છમાં પ્રવાસીઑનું આગમન
કોરોના હોવા છતાં પણ નવા વર્ષની શરૂઆતમાં કચ્છ આવીને ગુલાબી ઠંડીનો અહેસાસ કરવા જ અમે દર વર્ષે મુંબઇ થી આવીએ છીએ. વતનમાં રોકાણ અને તેમાંય વળી દિવાળીનો તહેવાર, સોનામાં સુગંધ ભળે જાય છે…. કચ્છના રણનો રસ્તો પૂછતા મળી ગયેલા બે યુવાનોના કે જેમના પૂર્વજો કચ્છી છે અને દર વર્ષે તેઓ માત્ર અને માત્ર દિવાળી કરવા જ સહપરિવાર કચ્છ આવે છે અને તેઓ ખુલ્લા દિલે માને છે કે અમારા 22 થી 25 સભ્યો સંયુક્ત પરિવારને આખા વર્ષભરની ઊર્જા આ એક અઠવાડિયા દરમ્યાન મળી જાય છે. `કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એ વાક્ય મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટીવી પરદે ગુંજતું કર્યું ત્યારબાદ પ્રવાસીઓની સંખ્યા બહોડી સંખ્યામાં કચ્છમાં ઊતર્યા, પણ આ વખતે કોરોનાએ રોક લગાવી અને અનેક પરિવારોએ `સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કે `ગીર’ કે `દીવ’ `સાપુતારા’નો રાહ લીધો પણ જેનો મૂળ જ કચ્છ સાથે જોડાયેલાં છે , આવા મૂળ કચ્છીઓએ મુંબઇ, બેંગ્લોર, ઓરંગાબાદ, મદ્રાસથી માંડીને દેશના વિવિધ પ્રાંતમાંથી કમ સે કમ કયાંયે નહીં તો `કચ્છ’માં જઇએ એવું વિચારતા હોય તેમ અન્ય રાજ્યના રજિસ્ટ્રેશનવાળી ગાડીઓમાં તળપદી કચ્છી બોલનારા `પ્રવાસી’ તરીકે ઊતરી પડયા છે. પરિણામે મુખ્ય સ્થળો ધમધમી ઊઠયાં છે. `ધોકા’ના કારણે તહેવારની ઉજવણી એક દિવસ વધી જતાં સૌરાષ્ટ્રમાંથી ખાસ્સી એવી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં ઊતરી પડયા હતા, તો શિયાળાના આગમન સાથે મૂળ કચ્છી પરપ્રાંતીય તથા NRI પણ આવતાં દિવાળી તહેવારના પૂર્વાધમાં માંડવી બીચ, માતાના મઢ, કોટેશ્વર, નારાયણ સરોવર, વાંઢાય, ખેતાબાપા, ધોળાવીરા, રવેચી, ધોરડો, ધીણોધર વગેરે સહિતનાં પ્રવાસન, ધાર્મિક, યાત્રાધામો ધમધમી ઊઠયાં હતાં. એક તરફ કારતક માસ શરૂ થતાં પૈતૃકવિધિઓ પણ હાથ ધરાઇ જેના પગલે નારાયણ સરોવર, ધ્રબુડી જેવા તીર્થો યજમાનોથી છલકાયા છે અને આ પ્રવાહ આખો મહિનો ચાલશે. કોરાનાનો ડર હોવા છતાં અમુક વિધિઓ તો કરવી જ પડે તેમ હોવાથી લોકો કાળજીપૂર્વક આવી રહ્યા છે. ભુજમાં જ મ્યુઝિયમ, આયનામહેલ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, છતરડીમાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. અમુક જાણીતી હોટેલો પર ધસારો હતો. દરબારગઢમાં પણ પાર્કિંગની જગ્યા નહોતી.
-મળતી માહિતી