ભુજમાં નગરપાલિકા તંત્ર દરેક બાબતે નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે ઢોરવાડા માટે પણ સરખી કામગીરી કરવામાં ન આવી ત્યારે ભુજમાં રખડતાં ઢોરની સમસ્યા દિવસો દિવસ વધતી જ જોવા મળે છે.
ભુજ શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોની સમસ્યા વધતી જ જાય છે. શહેરના ઘણા વિસ્તારોમાં રખડતાં ઢોરને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. અને પ્રજાને વાહન ચલાવવામાં પણ ઘણી મુશ્કિલીનો સામનો વેઠવો પડે છે. તેવામાં જ સુધીરભાઈ ખત્રીના જણાવ્યા અનુસાર ભુજ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ ઘણો વધી ગયો છે. તદ ઉપરાંત સુધીરભાઈ બાઇક પરથી જતાં હતા ત્યારે અચાનક ગાય ભટકાતાં તેમને ઇજાઓ થઈ હતી. અને આ વિશે તેમને વધુમાં જણાવ્યુ હતું કે આ રખડતાં ઢોરને કારણે અગાઉ પણ ઘણા લોકોને આસ્થિભંગની ઇજાઓ થઈ છે. અને મુત્યુ પામ્યા છે. તેમ છતાં પણ નગરપાલિકા તંત્ર જાગતું નથી અને તંત્ર દ્વારા જે જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. તે ફક્ત નામ પૂરતા જ છે. તો બીજી બાજુ આ વિશે શું કહે છે.ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી અશોક હાથી સાંભળીયે …..
વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે સંપર્ક 02832 230456