જખૌ મધ્યે આવેલ જખૌ સોલ્ટ કંપની દ્વારા મોહાડી ગામ મધ્યે ગેરકાયદેસર દબાણ બાબતે અપક્ષ ઉમેદવાર દ્વારા આંદોલન ની ચીમકી
જખૌ ગામ મધ્યે આવેલ જખૌ સોલ્ટ કંપની દ્વારા મોહાડી ગામના સીમાડા વિસ્તાર માં ગેર કાયદેસર દબાણ કરવામાં આવેલ હોઇ, તે દબાણ તત્કાલીન ધોરણે હટાવવા અપક્ષ ઉમેદવાર શ્રી હનીફ બાવા પડિયાર દ્વારા જિલ્લા કલેકટર સાહેબ શ્રી ને રજૂઆત કરવામાં આવેલ છે. રજૂઆત માં જો તત્કાલીન નિર્ણય કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની પણ ચીમકી આપવામાં આવી છે. રજૂઆત માં જણાવ્યા મુજબ જખૌ સોલ્ટ કંપની દ્વારા ગેરકાયદેસર અને દાદાગીરી થી દબાણ કરવામાં આવેલ છે, જેથી સ્થાનિક માલધારીઓ તેમજ ચરિયાણ અને પશુઓ માટેની જમીન ને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન કરવામાં આવી રહ્યો છે. જેના લીધે સ્થાનિક માલધારીઓ ની પરિસ્થિતિ ખૂબ જ દયનીય જેવી થઈ ગઈ છે. આ બાબતે જખૌ ના સ્થાનિક અમુક જાગૃત નાગરિકો દ્વારા પણ તંત્ર ને ધ્યાન દોરવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની સ્થાનિક તપાસ કર્યા વગર રજૂઆત ને ફાઈલે કરવામાં આવેલ.