મુન્દ્રા તાલુકાનાં ટોળા ગામે લંગા પરિવાર ઉપર આજરોજ માંડવીના માથાભારે શખ્સો દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો :આ બનાવ અંગે મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવાઈ .

મુન્દ્રા તાલુકાનાં ટોળા ગામે લંગા પરિવાર ઉપર  માંડવીના માથા ભારે શખ્સો દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર મુન્દ્રના ટોળાં ગામમાં માંડવીના ૧૫ થી ૨૦ શખ્સો તુફાન ગાડી ભરીને માર મારવા આવ્યા હતા. અને હથિયારો વડે લંગા પરિવાર ઉપર રસ્તાનું મન દુ:ખ રાખી માર માર્યો હતો. જેમાં સુલેમાન આમદ લંગા                 ઉ.વ.૮૦ , ઇબ્રાહિમ આમદ લંગા ઉ.વ.૭૦, અજીજ લંગા ઉ.વ.૪૦ , સલમાબેન અઝીઝ લંગા ઉ.વ. ૩૫, રોશનબેન આમદ લંગા , ઉ.વ. ૩૦ , મરિયમબેન ઉ. વ . ૪૫ ને ઇજાઓ થતાં તમામને સારવાર અર્થે પ્રથમ મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં મરિયમબેન અને        સલમાબેનને વધુ સારવાર માટે ભુજ રિફર કરવામાં આવ્યા હતા. અહી પ્રાપ્ત વિગતો અનુસાર હુમલાખોરોમાં અલ્તાફ ગની રાયમા , હાજી ગની રાયમા , જુમેદ ગફૂર રાયમના નામ સામે આવેલ છે . જેથી આ બનાવ અંગે મુન્દ્રા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી છે. અને કેસ અને આ કેસની આગળની તપાસ મુન્દ્રાના PSI T.H. પરમાર ચલાવી રહ્યા છે.

વડુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેવબલ ઉપર 24 લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 રાત્રે 10:30 થી 11;00 ચાલુ છે                         સંપર્ક 02832 230456

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *