મોમાય માતાજીના મેળાના અવસરે 140 રક્તદાતાઓ દ્વારા કરાયું રક્તદાન


મોમાય માતાજી મેળાના અવસરે વર્તમાન સમયમાં લોહીની મહાઅછતને જોતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચોબારી દ્વારા રાજાભાઈ બ્લડ બેંક ગાંધીધામના સહયોગથી રક્તદાન કેમ્પ ચોબારી મોમાયમોરા શાળામાં યોજાયો હતો. જેમાં 140 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. જે લોહી ગાંધીધામમાં દાખલ થયેલા જરૂરિયાતમંદો દર્દીઓને અપાશે. વ્યવસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચોબારી મોમાય માતાજી મેળા સમિતિ, મોમાયમોરા પ્રાથમિક શાળાના સ્ટાફએ સંભાળી હતી. માર્ગ અકસ્માત હોસ્પિટલમાં થતાં રોજ-બરોજના ઓપરેશનો, પ્રસૂતિના સમયે તેમજ ખાસ કરીને થેલેસેમિયા અને ડાયાલિસીસના દર્દીઓને અવિરત લોહીની જરૂરી ઉભી થતી હોય છે આવા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તેવા આશયથી રક્તદાન કેમ્પ યોજાયો હતો.
-મળતી માહિતી મુજબ