કોડાય ગામમાં હવન અને પૂજન સહિતના કાર્યક્રમ યોજાયો.

તારીખ – 20ના ભક્તિ પાર્શ્વનાથ જિનાલયના પટાંગણમાં જૈન મુનિ વિદ્યાચંદ્રવિજયજી મ.સા.ની નિશ્રામાં હવન-પૂજન યોજાયા હતો. રાજેશભાઇ સંઘોઇ (સાડાઉ), નીલેશ છેડા, અનિલ ગાલા વડાલાના લાભાર્થી રહ્યા હતા. આ પ્રસંગે મુનિ તારાચંદ મુનિ, ભક્તિબાપુ, પ્રશાંતમુનિ અને સમર્પણમુનિએ આશીર્વચન આપ્યા હતા. જીવદયાની પ્રવૃત્તિઑ પણ થઇ હતી. જૈન મુનિ વિદ્યાચંદ્રવિજયજી. મસા.એ મહામારી કોરોનાની બીમારી દૂર થાય તેવા આશીર્વચન આપ્યા હતા. દીપકભાઇ (ભુજ) પૂજન કર્યું હતું. ટ્રસ્ટી અમૂલભાઇ દેઢિયા, નરેન્દ્રભાઇ મારૂ, નવીનભાઇ શાહ, ખુશાલભાઇ રાંભિયા, હરખચંદભાઇ ગાલા અને તેજસ શાહ હાજર રહ્યા હતા.
-મળતી માહિતી