ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ બોટાદ નગરપાલિકા વિસ્તારના કપલીધાર ખાતે બનાવેલ વોટર ફિલ્‍ટર ૫લાન્‍ટનું લોકોર્પણ કાર્યક્રમ યોજાયો.

દરેક નાગરિકોને રસ્તા, લાઇટ, આરોગ્ય અને પાણીની પ્રાથમિક સવલતો મળી રહે તે માટે રાજય સરકારના પ્રયાસો રહયા છે. શહેરી વિસ્તારના છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને પીવાના શુધ્‍ધ પાણીની સવલતો મળી રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે, તેમ બોટાદ નગરપાલિકા વિસ્તારના કપલીધાર ખાતે રૂપિયા ૮.૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ફિલ્‍ટર પ્‍લાન્‍ટના તક્તિ અનાવરણ કરી લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું.મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ૪૦ એમ.એલ.ડી ની ક્ષમતાવાળા પ્‍લાન્‍ટથી બોટાદ શહેરના નાગરિકોને શુધ્‍ધ પવાના પાણીની સવલત મળતી થશે. તેમણે પાણીની મળેલ પૂરતા પ્રમાણમાં સવલતની સામે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ઉપસ્થિતોને તાકિદ કરી હતી.મંત્રીશ્રીએ પ્રવર્તમાન ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા તાકિદ કરી જણાવ્યું હતું કે દરેક બિનજરૂરી ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. બહાર નિકળવાનું થાય તેવા સમયે અચૂકમાસ્ક પહેરીને જ નિકળવા વધુમાં જણાવ્યું હતું.આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી, અગ્રણી સર્વશ્રી શ્રી ભીખુભાઇ વાઘેલા, જેસીંગભાઇ લકુમ, ચંદુભાઇ સાવલીયા, ગૌતમભાઇ ખસીયા, સહિત નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતાં.

રિપોર્ટર. લાલજીભાઈ સોલંકી
બોટાદ. બરવાળા