જલારામ જયંતિએ અંજારમાં જલારામ અન્યક્ષેત્ર શરૂ.

જલારામ બાપાની ૨૨૧ મી જન્મ જયંતી નિમિત્તે જલારામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દ્વારા જલારામ અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવ્યો. સચ્ચિદાનંદ મંદિર અંજારના પ.પૂ. મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે પ્રારંભ થયો હતો. ટ્રસ્ટના પ્રમુખ તેજસ મહેતાએ અન્નક્ષેત્ર પ્રવૃત્તિનો ખ્યાલ આપી દર ગુરુવારે સમાજના જરૂરિયાત મંદોને ખીચડી કઢી ના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. મહંત ત્રિકમ દાસજી મહારાજ આશિર્વચન અન્નદાનને મહાદાન ગણાવી ટ્રસ્ટની પ્રવૃત્તિને બિરદાવી હતી. મંચસ્થ મહાનુભાવો નું ટ્રસ્ટના તેજસ મહેતા, સોનલ મહેતા, ધ્રુવી મહેતા, નિયતિ બેન મહેતા વગેરે સ્વાગત કર્યું હતું .આ પ્રસંગે અન્નક્ષેત્રમાં સહયોગી કાયમી દાતાઓનું ટ્રસ્ટ વતી સન્માન કરવામાં આવ્યું હતું.

-મળતી માહિતી