આયુર્વેદ ડોકટરોને પણ સર્જરીની મંજૂરી મળી.

હવેથી આયુર્વેદ ડોકટર પણ વિવિધ 58 પ્રકારની સર્જરી કરી શકશે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. આયુર્વેદના ડોકટરો જનરલ સર્જરી (સામાન્ય ચીર-ફાડ), કાન, નાક, ગળા, આંખ, હાડકાં અને દાંતની બીમારીઓના ઇલાજ માટે સર્જરી કરી શકશે. બીજી બાજુ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)એ આયુર્વેદ ડોક્ટરોને અપાયેલા આ અધિકારનો જોશભેર વિરોધ કર્યો છે. આઇએમએના સભ્યોએ આ પગલાંને તબીબી સંસ્થાઓમાં `ચોર દરવાજા’ મારફતે પ્રવેશનો પ્રયાસ ગણાવતાં જાણવા મળ્યું હતું કે, આમ થતાં નીટ જેવી પરીક્ષાઓ તો ખતમ જ થઇ જશે. આઇએમએ તરફથી આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટ આપતું જાહેરનામું પાછું ખેંચવાની માંગ પણ ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ સમક્ષ કરાઇ હતી. આઇએમએ દ્વારા એક લક્ષ્મણરેખા ખેંચી રખાઇ છે. જે ઓળંગવાના પરિણામો ઘાતક હશે તેવું નિવેદનમાં જાણવા મળ્યું હતું. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદને સલાહ છે કે, પ્રાચીન જ્ઞાનના આધાર પર સર્જરીની પોતાની પદ્ધતિ ભલે શોધે પરંતુ આધુનિક ચિકિત્સા શાત્રની પદ્ધતિઓથી દૂર રહે તેવું આઇએમએ દ્વારા જાણવા મળ્યું હતું.

-મળતી માહિતી