નખત્રાણામાં કોરોનાની હાજરીનું કારણ નિયમ પાલનમાં નબળાઈ.
4 રાજયનાં મોટા શહેરોમાં કોરોના સંક્રમણ વધવાના કારણે સરકારે રાત્રિ કફર્યૂ અમલ કરવાની ફરજ પડી છે. ત્યારે પશ્ચિમ કચ્છના નખત્રાણા સહિત તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે તેનું એક માત્ર કારણ સરકારની માર્ગદર્શિકાના નિયમોનું પાલન ન થયું તેનો આપેક્ષ ઉઠયે છે. નિયમોનું પાલન કરાવવા માસ્ક વગર ગમેતેમ ફરતા લોકો પર દંડકીય કાર્યવાહી કરવા અહીંની પ્રાંત અધિકારીની કચેરી ખાતે મળેલી બેઠકમાં પ્રાંત અધિકારીએ તાકીદ કરી છે. છેલ્લા કેટલાય સમયથી જાણે કોરોનાનો ડર રહ્યો ન હોય તે રીતે લોકો નિયમોનું પાલન કર્યા વગર બિન્દાસ હરે ફરે છે અને મેળાવડો કરે છે. નિયમોનું પાલન કરતા જ નથી જાણે કોરોનાની મહામારી ભાગી ગઇ હોય તેવો ડર રહ્યો નથી. ત્યારે હવે તંત્રે સખતાઇથી નિયમોનું પાલન થાય તે જોવું પડશે. અબડાસાની પેટા ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. લોકો સામાજિક અંતર જાળવતા નથી. માસ્ક પહેરતા નથી, સેનિટાઇઝિંગ કરતા નથી, તો દુકાનની બહાર કરેલા કુંડાળા સાવ દેખાવ પૂરતા રહ્યા છે. તો દિવાળીના તહેવારોમાં આ કોરોનાનું સંક્રમણ વધ્યું હોવાનું કહેવાય છે. વેપારીઓ તો આગ્રહ રાખે છે, પરંતુ લોકો માસ્ક વગર આવે તો તેઓ શું કરે ? ધીરે ધીરે માસ્ક પહેરવાનું ભુલાઇ ગયું છે. ત્યારે એક વાત ચોક્કસ છે, અત્યાર સુધી કાબૂમાં રહેલા કોરોનાનું સંક્રમણ અટકાવવું મુશ્કેલ બનશે. ત્યારે માર્ગદર્શિકાના નિયમોનું પાલન ફરજિયાત થશે તો જ સમસ્યા ઓછી થશે.
-મળતી માહિતી