તામિલનાડુ અને પુંડુચેરીનાં દરિયાકાંઠે ચક્રવાત ‘નિવાર’ આવતીકાલે ટકરાશે.

બંગાળની ખાડી પર લો પ્રેશર ઝોન સર્જાતા તે હવે ચક્રવાતમાં રૂપાંતરિત થયું છે. બંગાળની ખાડીને સ્પર્શતા તામિલનાડુ અને પુડુચેરી માટે આગામી બે દિવસ ભારે સાબિત થઈ શકે છે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘નિવાર’ 25 નવેમ્બરે આ રાજ્યોનાં સમુદ્ર તટે ટકરાઈ શકે છે. આ દરમિયાન 100 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વાવાઝોડાની અસર તમિલનાડુ અને તટીવ વિસ્તારોથી દૂર દૂરના ક્ષેત્રોમાં સોમવાર થી શરૂ થયેલ તોફાની પવનની સાથે સાથે ભારે વરસાદનો દોર શરૂ થઇ શકે છે. આ 26 નવેમ્બર સુધી ચાલુ રહી શકે છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી અને તમિલનાડુ તથા પુડ્ડુચેરીના તટો પર 25 નવેમ્બરે 100-150 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.સોમવારે હવામાન વિભાગે નકશો જારી કર્યો હતો. તેના દ્વારા તોફાનની દિશા દર્શાવાઈ છે.વિનાશક તોફાન ‘નિવાર’ ને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડના 8 શિપ અને 2 એરક્રાફ્ટ ગોઠવણ કરાયા છે. તેના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ બાતવી રહી છે.
રાહત-બચાવ માટે એનડીઆરએફની 30 ટીમો તૈયાર નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડીજી એસ એન પ્રધાને કહ્યું હતું કે નિવાર તોફાનને ધ્યાને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમની ગોઠવણ કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

-મળતી માહિતી