તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં આંશિક રાહત : 11.8 ડિગ્રી


કચ્છમાં ઝાકળ છાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં આંશિક રાહત મળી છે. તાપમાનનો પારો નલિયામાં ત્રણ ડિગ્રી જેટલો અને ભુજમાં દોઢ ડિગ્રી જેટલો ઉંચે ચડયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં રહ્યા હતા. ડબલ ફિગરમાં નોંધાયો હતો. ૧૧.૮ ડિગ્રી સાથે રાજ્યનું ત્રીજા નંબરનું ઠંડુ મથક રહ્યું હતું. કંડલા (એરપોર્ટ) કેન્દ્રમાં ૧૩.ર, ડિગ્રી કંડલા પોર્ટમાં ૧૪.૩ ડિગ્રી અને ભુજમાં ૧૬.ર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.દરિયાકાંઠાના વિસ્તારોના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સવારે ભેજનું પ્રમાણ કંડલામાં ૮૦ ટકા અને નલિયામાં ૭૯ ટકા નોંધાયું હતું. ભુજમાં સવારે ૭૯ ટકા અને સાંજે ૪૪ ટકા રહ્યું હતું. છેલ્લા પાંચ-છ દિવસથી કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જનજીવન પર અસર વર્તાઈ હતી. તાપમાનનો પારો ઉંચકાતા ઠંડીમાં આંશિક રાહત મળી હતી. નલિયામાં ૧૧.૮ ડિગ્રીના આંકે પારો સ્થિર રહ્યો હતો. ભુજમાં પણ દોઢ ડિગ્રી જેટલું વધીને ૧૬.ર ડિગ્રીના આંકને સ્પર્શી જતા ઠંડીથી રાહત મળી હતી.