ભાવનગર જિલ્લામાં ૨ ની તિવ્રતાના ૨ ભૂકંપના આંચકા : કચ્છમાં પણ ધરા ધ્રુજી

ભાવનગર જિલ્લામાં મોડીરાત્રીના ભૂકંપના ૨ આંચકા અનુભવાયા હતા.૨ મિનિટના અંતરે ભાવનગર જિલ્લામાં ૨ ની તિવ્રતાના ૨ ભૂકંપના આંચકા આવ્યા હતા જ્યારે કચ્છમાં પણ ધરા ધ્રુજી હતી.ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે રાત્રિના ૩:૩૭ વાગ્યે કચ્છના દુધઇ થી ૨૦ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ ૧.૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.જ્યારે રાત્રિના ૪:૦૦ વાગ્યે ભાવનગરથી દક્ષિણ દિશા તરફ ૪૬ કિલોમીટર દૂર ૨.૦ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આંચકા બાદ ૨ મિનિટ પછી ફરીવાર એજ જગ્યાએ ભાવનગર થી ૪૪ કિ.મી દુર ૨.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.કચ્છના દુધઈ અને ભાવનગર જિલ્લામાં રાત્રીના સમયે આંચકા આવતા લોકોને કંઈ ખાસ અનુભવ થયો નહોતો