શિયાળુ પાક ઘઉંના વાવેતરમાં 94% અને ચણામાં 347% ગત વર્ષની તુલનાએ વધારો થયો.


ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ શિયાળું પાકોનું વાવેતર પણ સારું આવી રહ્યા છે. ગુજરાતના ખેડુતોએ આ વર્ષે સરેરાશ 15 દિવસ વહેલી વાવણી કરી છે. આગામી દિવસોમાં વાવેતર હજી વેગ પકડે તેવી સંભાવના છે. સરકારી આંકડાઓ પ્રમાણે અત્યાર સુધીનું વાવેતર ગત વર્ષની તુલનાએ 81%નો વધારો બતાવે છે. ગુજરાત સરકારના કૃષિ વિભાગનાં આંકડાઓ પ્રમાણે રાજયમાં ર3મી નવેમ્બર સુધીમાં તમામ રવિ પાકોનું વાવેતર ર3મી નવેમ્બર સુધીમાં 17.ર9 લાખ હેકટરમાં થયું છે. જે ગત વર્ષે 9.પપ લાખ હેકટરમાં થયું છે. આમ તેમાં 81%નો વધારો થયો છે.ગુજરાતમાં મુખ્ય રવી પાક એવા ઘઉંના વાવેતરમાં 94 %નો વધારો થઇને 3.10 લાખ હેકટરમાં વાવેતર થયું છે. વેપારી અંદાજ પ્રમાણે આ વર્ષે વાવેતર વિસ્તાર 10 લાખ હેકટરની ઉપર પહોંચી જાય તેવી પુરી સંભાવના દેખાય રહી છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન 10.45 લાખ હેકટરમાં વાવેતર થયું હતું. આ વર્ષે આ આંકડા વટી જશે તેવી સંભાવના છે. ગુજરાતમાં ચણાનું વાવેતર 347 ટકા વધીને 3.પ7 ટકા હેકટરમાં થયું છે. જે ગત વર્ષે 79 હજાર હેકટરમાં થયું છે. ચણાનાં વાવેતર આ વર્ષે વહેલા થયા છે અને ભાવ પણ સારા હોવાથી કુલ વાવેતર વિસ્તાર પણ વધીને આવે તેવી સંભાવના છે. ધાણા-જીરૂના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જીરૂનું વાવેતર ઘટવાની ચર્ચા છે. પરંતુ અત્યાર સુધીના આંકડાઓ ગત વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં વધારો બતાવે છે. ગુજરાતમાં જુવાર, મકાઇ અને સવાનાં વાવેતર વિસ્તારમાં ગત વર્ષની તુલનાએ ઘટાડો થયો છે. જ્યારે બિનપિયત ઘઉંનું વાવેતર પણ ઘટયું છે. આ સિવાય તમામ પાકોના વાવેતરમાં વધારો થયો છે.
-મળતી માહિતી