ગુજરાતમાં અંતિમવિધિ કે ધાર્મિક વિધિમાં વધુમાં વધુ 50 લોકો ની છૂટ.

દિવસે ને દિવસે કોરોના વાયરસનાં સતત વધી રહેલા સંક્રમણ છતાં લગ્નો સમારોહના આયોજનો બદલ સુપ્રીમ કોર્ટના ધક્કા બાદ એક્શન મોડ માં આવેલી ગુજરાત સરકારે સોમવારે ઝડપથી નવા નિર્ણયો લીધા હતા અને કેટલાક નિયંત્રણો ફરી પાલન દીધા હતા. રૂપાણી સરકારે આજે મોડી સાંજે સભા બોલાવેલી કોર કમિટીની બેઠકના અંતે કફયૂ હેઠળના નગરોમાં સામૂહિક ઉજવણી પર પ્રતિબંધ મૂકવા સહિતના નવા ફેસલા લીધા હતા. રાજ્યમાં કોઈપણ સ્થળે લગ્ન, સત્કાર સમારોહ અને તે પ્રકારની અન્ય સામૂહિક પ્રસંગોની ઉજવણી માં સ્થળની ક્ષમતાના ૫૦%થી ઓછા લોકોને એકઠા થવાની મંજૂરી રહેશે. જો કે,આવા તમામ પ્રસંગોમાં 100થી ઓછા વ્યક્તિની હાજરીની જ મંજૂરી રહેશે. તેવું તાજા ફેસલામાં નક્કી કર્યું છે. કોઈ મૃત્યુના સંજોગો વખતે અંતિમવિધિ કે ધાર્મિક વિધિમાં વધુમાં વધુ 50 લોકોને એકઠા થવાની મર્યાદા રાજ્ય સરકાર નક્કી કરી આપી છે. વાઇરસને ફેલાવતો રોકવાના ઉદેશ સાથે જારી કરાયેલા નિર્ણય આજરોજ મંગળવારથી મધ્યરાત્રિથી અમલમાં મુકાશે. તેવું સરકારના સત્તાવાર વર્તુળો તરફથી જાણવા મળ્યું હતું. ઉપરાંત જે શહેરમાં રાત્રિ કરફ્યુ લગાડીયો છે .તેવા શહેરમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન કોઈપણ લગ્ન સંસ્કાર કે અન્ય સમારોહની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

-મળતી માહિતી