તમામ કેન્દ્રોમાં લઘુતમ પારો વધ્યો,ફરી ઠંડીનો દોર શરૂ.


છેલ્લા બે દિવસથી લઘુતમ પારો ઊંચકાતાં ઠંડીમાં થોડી રાહત મળી હતી પણ આજે પવનની ગતિ વધવા સાથે મહત્તમ પારો 5 ડિગ્રી સુધી પોહચતા ઠંડીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગે તાપમાનમાં વધારે – ઓછું થાય તેવી માહિતી બહાર પાડી છે. ભુજને બાદ કરતાં જિલ્લાના અન્ય તમામ કેન્દ્રોમાં લઘુતમ પારો વધ્યો હતો. નલિયામાં 13, ભુજમાં 14.3, કંડલા પોર્ટમાં 15 અને કંડલા (એ.)માં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જિલ્લામથકમાં મહત્તમ પારો પાંચ ડિગ્રી ગગડી 26.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. નલિયા, કંડલા પોર્ટ અને કંડલા (એ.)માં મહત્તમ પારો 30 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જિલ્લામાં સરેરાશ 10થી 15 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતાં દિવસે હૂંફાળા માહોલના બદલે ઠંડીનો અનુભવ સાથે સાંજ ઢળતાં જ લોકોને ફરી એકવાર ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.
-મળતી માહિતી