સોશીયલ એપ ફેસબુકના માધ્યમથી માધાપરના યુવાન સાથે 23.76 લાખની છેતરપીંડી.

સોશીયલ એપ ફેસબુકના માધ્યમ વડે મિત્ર બનાવી 40,000/- લંડનના ડોલર આપવા તથા તેને ભારતીય નાણામાં ફેરવવા અને તેનો વીમો કરાવવા સહિતના જુદા-જુદા બહાના કરી માધાપરના યુવાન સાથે અજાણ્યા શખ્સોએ રૂ. 23.76 લાખની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાનો કિસ્સો ભુજ -બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.માધાપરના નવાવાસ ગોકુલધામ-1માં રહેતા અને સુરક્ષાદળમાં ફરજ બજાવતા વિકાસસિંગ મોહરસિંગ સિંગ સાથે તા.16/9/2020થી તા.19/10/2020 સુધીના આ સમયગાળામાં છેતરપિંડીનો આ બનાવ બન્યો હતો. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે ફરિયાદી વિકાસસિંગને ફેસબુક ઉપર ચાર્લ્સ કેલેમેન્ટ લંડન ક્રિસ્ટલ એપ નામની વ્યકિતની ફેન્ડ રિકવેસ્ટ આવી હતી. જેને સ્વીકારી તે તેની સાથે વાતો કરતા હતા. ફેસબુકના અજાણ્યા શખ્સે સપ્ટેમ્બર મહિના પહેલા અઠવાડીયામાં સોનાની તેમજ ડાયમંડની ગિફટ આપવાની વાત કરી હતી. ત્યારબાદ મો. 81304 45937 ઉપરથી કોઈ મહિલાએ ફોન કર્યો હતો. અને કહ્યું હતુ કે તમારા મિત્રએ ગિફટ મોકલાવી તેનો ડીલેવરી ચાર્જ રૂ.20,000 ચૂકવવો પડશે. જેની ચૂકવણી બાદ ફરી આ મહિલાએ ફોન કરીને જણાવ્યું હતું કે આ પાર્સલમાં 40 હજાર ડોલર છે. આ ગેરકાયદેસર છે તમારી ઉપર મનીલોન્ડીંગનો ગુનો દાખલ થઈ શકે છે. તેમ કહી દંડ પેટે રૂ.70,000 આપવા પડશે. ફરિયાદીએ ચાર્લ્સ કેલેમેન્ટને ફોન ડોલર મોકલ્યા હોવાની વાતની ખાત્રી પણ કરી હતી. આ નંબરવાળી મહિલાએ 40 હજાર ડોલરને ભારતીય નાણાં ફેરવવા, આ નાણાંનો વીમો ઉતારવા સહિતની જુદી-જુદી વાતો કરી અલગ-અલગ બેંક ખાતામાં 23,76,000 નાણાં જમા કરાવી છેતરપિંડી આચરી હતી. આ મામલે પોલીસે અલગ-અલગ મોબાઈલ નંબર અને બેંક ખાતાધારકો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પી.આઈ પ્રકાશકુમાર માનસંગભાઈ ચૌધરી ચલાવી રહ્યા છે.

-મળતી માહિતી