ભુજમાં આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરાઇ.

ભુજ તાલુકાના એરપોર્ટ રોડ આશાપુરા નગરમાં મેદાન નજીક આવેલી એક દુકાનના તાળાં તોડી ચોરોએ આ દુકાનમાંથી રૂ.10,100ની માલની ચોરી કરી હતી. ભુજના ગીતા કોટેજ વિસ્તારમાં રહેતા ધીરૂભા દાનસંગજી પઢિયાર નામના વ્યક્તિ આશાપુરા નગર વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવે છે. મેદાન નજીક આવેલી તેમની આ દુકાનમાં ગત રાત્રિ દરમ્યાન ચોરો ઘુસ્યા હતા. આજે સવારે તેમણે પોતાની દુકાન ખોલતા આ બનાવ ધ્યાનમાં આવ્યો હતો.પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ દુકાનના શટરનાં તાળાં તોડી ચોરો અંદર ઘુસ્યા હતા અને અંદરથી ચા ના પેકેટ, ઘીના ડબ્બા, ટૂથપેસ્ટના ડબ્બા, નહાવા અને ધોવાના સાબુ, માથામાં નાખવાનું તેલ,વેસલિન, રોકડા રૂા.,માવા, તંબાકુ, બીડી, સિગારેટ વગેરે મળીને કુલ રૂ. 10,100ની માલની ચોરી કરીને ભાગી ગયા હતા.ચોરીના આ બનાવને કારણે ભારે હલચલ પ્રસરી હતી.

-મળતી માહિતી