અંજારમાં પણ માસ્ક નહિ પહેરનારા લોકો દંડયા.
વધતી જતી કોરોના મહામારી સામેની જંગને જીતવા અને લોકજાગૃતિ માટે વધુ એક વખત વહીવટીતંત્ર અંજારમાં એકશન મોડમાં જોવા મળ્યું હતું. આ ઝુંબેશમાં દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી. અંજાર પ્રાંત અધિકારી ડો. વી.કે. જોષી અને મામલતદાર એ.બી. મંડોરી, નાયબ મામલતદાર વૈભવ વ્યાસ સહિતના અધિકારીગણે અંજારના દેવળિયા નાકા, ગંગાનાકા, માલાશેરી વગેરે સ્થળોએ ફરીને કોરોના વાયરસ સામે રક્ષણ માટે અચૂકપણે માસ્ક પહેરવા ભાર મૂકી જરૂરી સમજ આપી હતી. પોલીસે 37,000/- થી વધુ અને સુધરાઈએ 5,000/- દંડ વસૂલ્યો હતો. ઝુબેશ અંતર્ગત અંજાર સુધરાઈ અને પોલીસતંત્રે સંયુકત ઉપક્રમે માસ્ક વિના આરામથી ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. તંત્રએ અંદાજિત 50,000/- જેટલી રકમનો દંડ વસૂલ્યો હોવાની માહિતી મળી છે.
-મળતી માહિતી