નાશિકના 17 વર્ષનો બાળક ઓમ મહાજને કર્યો સાઈકલીંગમાં વિશ્વવિક્રમ.

નાસિકના 17 વર્ષનો બાળક ઓમ મહાજને કાશ્મીર થી કન્યાકુમારી સુધીનું 3600 કિલોમીટરનું અંતર સાઈકલ પર 8 દિવસ 7 કલાક 38 મીનીટમાં પૂરું કરીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. શ્રીનગરમાં શિયાળાની ઠંડી રાતે સફરની શરુઆત કર્યા પછી ગયા શનિવારે બપોરે કન્યાકુમારીમાં ઓમે પોતાનો સાઈકલ પ્રવાસ પુરો કરીયો હતો.ઓમ મહાજન દોડવાની અને સાઈકલીંગની સ્પર્ધામાંથી ઘણા વખતથી ભાગ લે છે. તે રેસ અક્રોસ અમેરિકામાં ભાગ લઈ ચૂકયો છે. સામાન્ય રીતે રેસ અક્રોસ અમેરિકા નવેમ્બર મહિનામાં યોજાય છે. એ માટે 6(છ) મહિના પહેલાં તેણે ટ્રેઈનીંગ શરૂ કરી હતી. જો કે બદલાયેલા સંજોગોમાં તેણે અમેરિકાને બદલે રેસ અક્રોસ ઈન્ડિયામાં સાઈકલીંગ કરવાનું નકકી કર્યું હતું. ટીનેજર કેટેગરીમાં ઓમનો આ કારનામો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ નોંધાયો છે.

-મળતી માહિતી