માંડવી તાલુકાનાં મોટા ભાડિયાના દેવાંગ માણેક ગઢવી નામના 19 વર્ષીય યુવકની હત્યા કરી નખાયા બાદ તેના અંગોને બોરમાં ફેકી દેવાયો હતો.

માંડવી તાલુકાનાં મોટા ભાડિયાના દેવાંગ માણેક ગઢવી નામના 19 વર્ષીય યુવકની હત્યા કરી નખાયા બાદ તેના અંગોને બોરમાં ફેકી દેવામાં આવ્યો હતો જે આજરોજ પોલીસ અધિકારીઓ ની હાજરીમાં પાઇપમાં ફસાયેલા માનવ ના અંગો બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં પાઇપમાથી જાકીટ ગળામાં માળા ધારણ કરેલા મસ્તક સાથેનું ઘર અને બે હાથ અને બે પગ એમ મૃતદેહના પાંચ ટુકડા મળી આવ્યા હતા અને કંપલ પેન્ટ શર્ટ પણ મળેલ હતા અને FSL નિષ્ણાંતો દ્વારા સાધન તપાસ હાથ ધારવામાં આવી હતી આ કામગીરી દરમ્યાન ઘટના સ્થળે માંડવી પોલીસ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, ડોગ સ્કવોડ DYSP એન.વાય.પટેલ, SOG અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓનાં કાફલા સહિત સ્થાનિક ગ્રામજનો મૃતક ના સ્વજનો અને ગઢવી સમાજના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.