આવતીકાલે વડાપ્રધાન મોદીજી અમદાવાદ,પુના અને હૈદરાબાદના વેકસીન સેન્ટરની મુલાકાતે આવશે.

copy image

આવતીકાલે શનિવારે વડાપ્રધાન મોદી પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ની મુલાકાત લઈ શકે છે. કોરોના મહામારી કાળમાં વેકસીન બનાવવાના કામ પર ચાલી રહેલી પ્રગતિની સમીક્ષા માટે PM કંપનીની મુલાકાતે જવાના હોવાનું કહેવાઈ રહ્યું છે. કોવિડ-19ની વેકસીન માટે એસઆઈઆઈએ એસ્ટ્રેજેનેકા અને ઓકસફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. ડીજીસીઆઈએ એ 7 કંપનીઓને કોરોના વાયરસની ટેસ્ટીંગની મંજુરી આપી છે. તેમાંથી બે એસઆઈઆઈ અને જેન્નોવા બાર્યો ફાર્માસ્ટીકલ્સ છે. પુનાના ડિવીઝનલ કમીશનર સૌરભ રાવ દ્વારા જાણવા મળ્યું હતું કે, અમને પીએમ મોદી શનિવારે સીરમ ઈન્સ્ટીટયુટમાં આવવાના હોવાની જાણકારી મળે છે. રાવ દ્વારા વધુમાં જાણવા મળ્યું હતું કે, 4 ડિસેમ્બરે 100 થી વધુ દેશોના રાજદૂતો અહીં એસઆઈઆઈ અને જેન્નોવા બાયોફાર્માસ્ટીકલ્સની મુલાકાત લેવાના છે.વડાપ્રધાન મોદી પુના, અમદાવાદ અને હૈદરાબાદમાં પણ વેકસીન મેન્યુફેકચરીંગ ફેસીલીટીઝની પણ માહિતી મેળવશે. આમ મોદી ત્રણ-ત્રણ વેકસીન સેન્ટર્સની મુલાકાત લઈ શકે છે. હૈદ્રાબાદમાં ભારત બાયોટેકની ઓફિસ છે જેણે ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ (આઈસીએમઆર) સાથે મળીને કોવેકિસન નામે સ્વદેશી કોરોના વેકસીન તૈયાર કરી છે, આ વેકસીનના ત્રીજા તબકકાની ટ્રાયલ ચાલી રહી છે.મોદીનો કાર્યક્રમ અમદાવાદ જવાનો પણ છે. અમદાવાદમાં જાયડસ કેડીલાની ફેસીલીટી છે. જેણે જાયડસ-ડી નામની વેકસીન બનાવી છે જે ફેઝ 2ની ટ્રાયલમાં છે. વડાપ્રધાન મોદી આ ત્રણેય સેન્ટરમાં જઈને વેકસીનની તૈયારીઓનું નિરીક્ષણ કરશે અને જાણકારી મેળવશે.

-મળતી માહિતી