કોઠારામાં પણ માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલાયા.

કોરોના મહામારીનાં કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે, છતાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી રાખતા, માસ્ક વગર ફરતા જોવા મળે છે. ત્યારે કોઠારામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી 3,000/-ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.આ કામગીરી કોઠારાની મેઇન બજાર, બસ સ્ટેશન સહિતના અનેક વિસ્તારોમાં કરાઇ હતી. ના. મામલતદાર એચ.બી. વાડા,કોઠારા ગ્રામપંચાયતના તલાટી વૈભવ પ્રજાપતિ, કોઠારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, પી.સી. ચૌધરી સહિતનાએ આ કામગીરી ચાલુ રહેશે તેવું આ લોકો દ્વારા જાણવા મળ્યું હતું.

-મળતી માહિતી