માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે મંદિરમાં તાળું તોડી ચોરી.

download-1-1

માંડવી તાલુકામાં આવેલ તલવાણા ગામના પાદરમાં શ્રીરામનગર ખાતે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર આવેલ છે. ત્યાં તાળાં તોડીને તેમાંથી રૂા. 45,000/- ની માલની તસ્કરી થતાં ભાવિક લોકોમાં રોષ ફેલાયો છે. ગતરાત્રિ દરમ્યાન આ ધાર્મિક સ્થાનના દરવાજાનું તાળું તોડી કોઇ હરામખોર ચોરોએ રૂા. 25,000ની આજુબાજુનાં કિંમતની ચાંદીની બે મૂર્તિ તથા દાનપેટી તોડીને તેમાં રહેલી અંદાજિત 20,000/-ની રોકડ રકમની ચોરી ગયા છે તેવું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે પૂજારી વસંત નાકરણી મંદિરે પહોંચ્યા ત્યારે આ ઘટના સામે આવી હતી.ત્યાર બાદ આ ઘટના વિશે પોલીસ સ્ટેશનને જાણ કરાતા પોલિસએ છાનબીનની પ્રવુતી હાથ ધરી હતી. ધાર્મિક સ્થાન તસ્કરોનું નિશાન બનતાં ભાવિક લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસ જવાબદારોને તાત્કાલિક પકડી પાડે તેવી લોકો દ્વારા લાગણી વ્યકત કરાઇ છે.

-મળતી માહિતી