ઓનલાઇન લોન એપમાં અનેક લોકોને ફસાવી-બ્લેક મેઇલ કર્યું, કેટલાક યુવાનોએ આપઘાત કર્યા.
ઓનલાઇન લોન એપ્લિકેશનની લાલચમાં ફસાતા અનેક યુવાનોએ આપઘાત કર્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે કચ્છના યુવાનોને જાગૃતાએ ચેતવા માટે ચેતવણી આપી હતી. કોરોનાની મહામારીના કારણે અનેક આર્થિક મુસીબત ઊભી થાય છે. તેવામાં ઓનલાઇન લોન એપ્લિકેશનવાળા લાખ-લાખ રૂા. લોનની છ માસ તેમજ એક વર્ષની જાહેરાતની લાલચ આપે છે અને લોકો ને આ એપ ડાઉનલોડ કરે તેવું કહીને તેમના કોન્ટેક લિસ્ટ, ગેલેરી તેમજ સર્વસ્વ ફોન હેક કરી લે છે.માત્ર સાત દિવસની લોન તે પણ નાની-નાની રકમની જેવી કે 1000/-, 2000/-, 5000/- અને સાત દિવસનું 36% વ્યાજ વસૂલે છે. જ્યારે કોઇ સાત દિવસમાં તેમનું રિપેમેન્ટ ના કરે તો તે લોન લેનારાના કોન્ટેક લિસ્ટમાં ફોન કરી માનસિક ત્રાસ આપે છે. બોરોવરને વોટસએપમાં ફ્રોડ, ચોર લખી તેમના આધારકાર્ડ, પાનકાર્ડ ફોટો અપલોડ કરીને બદનામ કરે છે. એમની મંજૂરી વગર, લોન એગ્રીમેન્ટ પણ નથી આપતા.આવી કોઇ લોન આરબીઆઇ માન્ય નથી તેમનું બ્લેક ફંડિંગ મુખ્યત્વે ચાઇના, હોંગકોંક, તાઇવાન બાજુથી થાય છે. એમના બ્લેક મેઇલથી કેટલાક યુવાનોએ આપઘાત પણ કર્યા છે.
-મળતી માહિતી