અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ પોતાનો જીવ લીધો.

અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામમાં રહેતા માવજી અમરાભાઈ ડુંગરિયા (ઉ.વ. 49)નામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ આ પગલું ભરી લીધું હતું. સતાપર ગામમાં રહેતા માવજીભાઈ નામના વ્યક્તિએ ગત તારીખ 25 અને 26 ની રાત્રિ દરમ્યાન આ પગલું ભરી લીધું હતું. આ વ્યક્તિ પોતાના ઘરે હતા તેવામાં પોતાના ઘરની બહાર આવેલા લીમડાના ઝાડમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. આ વ્યક્તિએ કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી. જેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

-મળતી માહિતી