ભચાઉ નજીક એક વ્યક્તિનું વાહનની અડફેટે ચડતાં મોતને ભેટ્યા.


ભચાઉ નજીક 35 થી 40 વર્ષીય વ્યક્તિએ અજાણ્યા વાહનની અડફેટે ચડતાં આ યુવાનનું છુંદાઈ જવાથી મોત નીપજયું હતું. ભચાઉ થી ગાંધીધામ જતા રસ્તા ઉપર આ રસ્તા વચ્ચે આવેલી અંકુર કંપની અને બુંગી કંપની વચ્ચે 35 થી 40 વર્ષીય એક વ્યક્તિએ કોઈ અજાણ્યા વાહનની હડફેટે ચડતાં આ અજાણ્યા વ્યક્તિનું મોત નીપજયું હતું. પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ પરથી અનેક વાહનો પસાર થઈ જતાં તેની લાશ છુંદાઈ ગઈ હતી. અકસ્માત નોતરી નાસી જનારા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પી.એસ.આઈ. એ.કે. મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી.
-મળતી માહિતી