ઠંડીનું દોર શરૂ ,આજે તીવ્ર ઠંડીનો અનુભવ થયો.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું જોર આજરોજ સ્થિર રહેવા પામ્યું છે અને નલીયા, રાજકોટ, ડીસા સહિતના સ્થળોએ તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન કચેરી દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજયમાં સૌથી વધુ ઠંડી નલીયામાં છે. નલીયામાં 10.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. કચ્છમાં ભુજ ખાતે પણ 14.4 ડીગ્રી સાથે તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. રાજકોટમાં પણ ઠંડા પવન સાથે ઠંડીનું દોર જારી રહ્યું હતું. રાજકોટ શહેરમાં લઘુતમ તાપમાન 13.7 ડીગ્રી નોંધાવા પામ્યું હતું. જયારે સવારે પવનની સરેરાશ ઝડપ 5 કી.મી. આસપાસ રહેવા પામી હતી. અમદાવાદ ખાતે સવારે 14.9 ડીગ્રી, ડીસામાં 13.8 ડીગ્રી, વડોદરામાં 15.7 ડીગ્રી, સુરતમાં 18.4 ડીગ્રી, કેશોદમાં 14.2 ડીગ્રી, ભાવનગરમાં 18.6 ડીગ્રી, પોરબંદરમાં 19 ડીગ્રી, વેરાવળમાં 19.4 ડીગ્રી, દ્વારકામાં 18.7 ડીગ્રી, ઓખામાં 20.5 ડીગ્રી અને સુરેન્દ્રનગર ખાતે 15.2 ડીગ્રી લઘુતમ તાપમાનનો નોધ્યું હતું. કચ્છમાં ન્યુ કંડલા ખાતે 15.6 ડીગ્રી, કંડલા એરપોર્ટ પર 14 ડીગ્રી, અમરેલીમાં 16.8 ડીગ્રી, ગાંધીનગરમાં 13 ડીગ્રી, મહુવામાં 18.1 ડીગ્રી, દીવમાં 20 ડીગ્રી, વલસાડમાં 14.5 ડીગ્રી અને વલ્લભવિદ્યાનગર ખાતે 16 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.
-મળતી માહિતી