ફક્ત ટ્યુશન ફી જ લઈ શકાશે આ સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર કરતી બોર્ડિંગ સ્કૂલ

કોરોના મહામારી વચ્ચે સ્કૂલ ફીનો મુદ્દો સતત ચાલી રહ્યો છે. ત્યારે છેલ્લે સરકારે નિર્ણય કર્યો હતો કે, કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો , ફક્ત ટ્યુશન ફી જ વસૂલી શકશે. આ નિર્ણય બાદ મામલો શાંત પડી ગયો હતો. ત્યારે બાદ ફરી એક વાર સ્કૂલ ફીના મુદ્દો ચાલી રહ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને બોર્ડિંગ સ્કૂલોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે.બે બોર્ડિંગ સ્કૂલ વતી ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત કરવામાં આવી છે કે, બોર્ડિંગ સ્કૂલની પ્રવૃતિઓ રેગ્યુલર શાળાઓ કરતા અલગ હોય છે. વિધાર્થીઓને સ્વિમિંગ પુલ અને ઘણી અન્ય સુવિધા અને પ્રવૃતિઓ આપવામાં આવે છે. વિધાર્થીઓ હજુ પણ અભ્યાસ મેળવી રહ્યા છે. બોર્ડિંગ સ્કૂલના 41 ટીચિંગ સ્ટાફ અને 51 નોન ટીચિંગ સ્ટાફ સિવાય સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા નથી. બન્ને બોર્ડિંગ સ્કૂલ પાસે 100 થી વધુ બસો છે. સરકારના નિર્ણયના કારણે તેઓને 6 મહિનામાં 1 કરોડ રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે.

-મળતી માહિતી