બાલંભા ગામે આવેલા આશ્રમમાં મહિલા પર બળાત્કાર કરનાર મહંતની ધરપકડ.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ બાલંભા ગામે આવેલા આશ્રમના મહંતને પકડી પાડવામાં આવ્યો છે. આ મહંતે ફેબ્રુઆરી માસના સમયએ એક મહિલા પર બળત્કાર ગુર્જાયો હતો તેવો આરોપ લગાવાયો છે. પોલીસે મહંતને કોર્ટમાં હાજર કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં આવેલા ઉદાસીન આશ્રમમાં મહંત હરિદાસ બાપુ (ઉ.વ.56)એ બાલંભા ગામની એક મહિલા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગઇ ફેબ્રુઆરી માસના સમય દરમ્યાન મહિલાને સેવા કરવાના બહાને એક દિવસ માટે આશ્રમે રોકી લઇ મહંતે દુષ્કર્મ આચાર્યાનો આરોપ લગાવાયો છે. પોતાની તબિયત સારી ન હોવાથી તેણીને આશ્રમે રોકી લઇ મહંતે દુષ્કર્મ આચર્યું હોવાની માહિતી સામે આવી છે. સેવાકાર્યમાં રોકાયેલ મહિલા સાથે શારીરીક અડપલા કર્યા હોવાની માહિતી સામે આવી છે. સમાજમાં પ્રતિષ્ઠા જવાની ડરે ફરિયાદ નોંધવાનું ટાળ્યા બાદ મહંતની ધાકધમકીઓ શરૂ થતા તેણીએ ના છુટકે જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને જોડિયા પોલીસે મહંતની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કરવા કાર્યવાહી હાથ ધરી છે.
-મળતી માહિતી